ભારતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષે લાંબા ગાળાની સરેરાશના 98 ટકા વરસાદ આવી શકે છે. ભારતમાં સરેરાશ ચોમાસાની 65 ટકા શક્યતા છે. એવી ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે આગાહી કરી છે. તેનાથી એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રમાં કૃષિ અને આર્થિક વૃદ્ધિની સંભાવના વધી છે.
ચોમાસાના ચાર મહિનામાં 50 વર્ષની સરેરાશ (35 ઇંચ)નો 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય અથવા સરેરાશ ચોમાસું કહેવામાં આવે છે.
મોનસૂન પૂર્વાનુમાન પ્રમાણે 4 મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર સરેરાશ 880.6 મીમી વરસાદની તુલનામાં 2022માં 98% વરસાદની સંભાવના છે. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની પ્રાથમિક આગાહીમાં સ્કાયમેટે ચોમાસુ 2022 સામાન્ય રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હવે તે જ જાળવી રાખ્યું છે. સામાન્ય વરસાદનો ફેલાવો LPA ના 96-104% પર ફેલાયો છે.
ભૌગોલિક જોખમોના સંદર્ભમાં સ્કાઈમેટ રાજસ્થાન અને ગુજરાત તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઉત્તરપૂર્વીય પ્રદેશોને સમગ્ર સિઝન દરમિયાન વરસાદની અછતની સંભાવના છે. આ ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનાઓમાં કેરળ રાજ્ય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ઓછો વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વરસાદ આધારિત ક્ષેત્રોમાં સામાન્યથી વધારે વરસાદ થશે. જૂનની શરૂઆતમાં ચોમાસાની શરૂઆત સારી થવાની આગાહી છે.