પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના પતન બાદ નવા વડાપ્રધાનન બનતા પહેલા શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ વગર ભારત સાથે શાંતિ શક્ય નથી. સંયુક્ત વિપક્ષે પીએમએલ-એનના નેતા શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. શાહબાઝ શરીફે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારત વિરૂદ્ધ આગ ઓક્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ભારત સાથે શાંતિ ઈચ્છે છે જે કાશ્મીર વિવાદના ઉકેલ ન આવે ત્યાં સુધી શક્ય નથી.
શાહબાઝ શરીફે વડાપ્રધાન બનતા પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ભારત સાથે શાંતિ ઈચ્છે છે જે કાશ્મીર વિવાદના ઉકેલ ન આવે ત્યાં સુધી શક્ય નથી. આવી સ્થિતિમાં શાહબાઝ શરીફ પણ તેમના પુરોગામી ઈમરાન ખાનની જેમ કાશ્મીર રાગ આલાપતા રહેશે તે નિશ્ચિત છે. પાકિસ્તાનમાં સેનાના ડરને કારણે દરેક રાજકીય પક્ષ હંમેશા કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા મજબૂર છે. આ મુદ્દાના આધારે પાકિસ્તાની સેના પણ તેના ગરીબ દેશના બજેટમાંથી જંગી નાણાં ઉપાડે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અવિશ્વાસની દરખાસ્તમાં ઇમરાન સરકારનું પતન થયું હતું. નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં 174 મત પડ્યા હતા.