ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.વી.રમન્ના શનિવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્ય પ્રધાન મનિષાબેન વકીલ, વડોદરા મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ શમશેર સિંઘ, કલેકટર અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (કેવડિયા-નર્મદા) ખાતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આયોજીત ઓલ ઇન્ડિયા જ્યુડીશ્યલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા. રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાત દરમિયાન પોરબંદરમાં માધુપુરના ઐતિહાસિક મેળાની અને દ્વારકાની મુલાકાત લેશે.