ઉત્તરપ્રદેશના ગોરખનાથ મંદિરમાં રવિવારની સાંજે તીક્ષ્ણ હથિયાર સાથે એક યુવાને ઘુસણખોરી કરી હતી અને બે સુરક્ષા જવાનોને ઘાયલ કર્યા હતા. મંદિરમાં મુખ્ય પશ્ચિમ ગેટથી લઈને મંદિર સંકુલનીની અંદર સુધી 15 મિનિટ સુધી આ શંકાસ્પદ વ્યક્તિએ હોબાળો કર્યો હતો. જોકે સુરક્ષા જવાનોને તેની ઝડપી લીધો હતો.
રાજ્યના એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આરોપી અહમદ મુર્તજા પાસેથી જે વસ્તુઓ મળી છે એ જોતાં લાગે છે કે બહુ મોટા પાયે કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે દસ્તાવેજો મળ્યા છે એ ઘણા વિવાદાસ્પદ છે. એ વાતથી ઈનકાર ના કરી શકાય કે આ આતંકી ઘટના નહોતી. એટીએસ અને એસટીએફને તપાસ સોંપવામાં આવી છે. આ ઘટનાને પગલે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગોરખપુરની મુલાકાત લે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલ મુજબ આરોપીએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતો હતો.