અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને રવિવાર (27 માર્ચે)એ જણાવ્યું છે કે અમેરિકા રશિયાના પ્રેસિડન્ટ પુતિનને ઉથલાવી નાંખવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે રશિયા કે બીજા કોઇ દેશમાં સત્તા પરિવર્તનની કોઇ યોજના ધરાવતા નથી. આ અંગેનો નિર્ણય રશિયાના લોકોએ કરવાનો છે. અગાઉ વોર્સોમાં યુએસ પ્રેસિડન્ટ જો બાઇડનને જણાવ્યું હતું કે પુતિન સત્તા પર રહી શકશે નહીં. આ અંગે સ્પષ્ટતા કરતાં બ્લિકને જણાવ્યું હતું કે બાઇડન એવું કહેવા માગતા હતા કે પુતિનને યુક્રેન સામે કે બીજા કોઇ દેશ સામે યુદ્ધ છેડવાની કે આક્રમણ કરવાની સત્તા આપી શકાય નહીં.