અગ્રણી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર ભારતમાં MDH તરીકે પ્રખ્યાત સ્પાઇસ કંપની મહાશિયન દી હટ્ટીનો બહુમતી હિસ્સો ખરીદવા મંત્રણા કરી રહી હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. કંપનીના બિઝનેસને ધ્યાનમાં લેતા MDHનું મૂલ્યાંકન રૂ.13,000-15,000 કરોડ કરવામાં આવે તેવી શક્યતા છે.
ત્રોને ટાંકીને રીપોર્ટમાં જણાવ્યું હતું કે MDH સ્પાઇસીસના સ્થાપક ધરમપાલ ગુલાટીના મૃત્યુ બાદ કંપની અન્ય જૂથો સાથે પણ ચર્ચા કરી રહી છે. રોકાણ બેંકિંગ ફર્મ એવેન્ડસ કેપિટલનો અંદાજ છે કે ભારતનું બ્રાન્ડેડ મસાલા બજાર 2025 સુધીમાં બમણું થઈને રૂ. 50,000 કરોડ થઈ જશે. વિશ્લેષકોનું માનવું છે કે આ ક્ષેત્રે HULનો પ્રવેશ મસાલાના વ્યવસાયમાં મૂવમેન્ટ વધારી શકે છે. ખાસ કરીને જો HUL પોતાની વિતરણ ક્ષમતાનો ઉપયોગ MDHના સંપાદન બાદ તેનો વ્યાપ વધારવા માટે કરે તો એક અલગ જ બ્રાન્ડ બની જશે.
MDH સ્પાઇસિસ ભારતમાં 60 થી વધુ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે અને ઓછામાં ઓછા 1000 હોલસેલ વિક્રેતાઓ અને લાખો રિટેલરો સાથે બિઝનેસ કરે છે. વેબસાઇટ પર કરવામાં આવેલ દાવા અનુસાર કંપની એક દિવસમાં 30 ટન મસાલાનું ઉત્પાદન કરી શકે છે.