ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષ હવે પ્રશાંત કિશોર સાથે સુલેહ કરે તેવી શક્યતા છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોરે માત્ર ગુજરાતની ચૂંટણી પર કામ કરવા માટે વન ટાઈમની રજૂઆત કરી છે. જોકે કોંગ્રેસે હજુ સુધી તેમની દરખાસ્ત કોઈ નિર્ણય નથી લીધો. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા પ્રશાંત કિશોરને ચૂંટણી મિશનમાં સામેલ કરવા માટે ઉત્સુક છે. જોકે, અંતિમ નિર્ણય રાહુલ ગાંધીએ જ લેવાનો છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, કિશોર ગત વર્ષો કોંગ્રેસમાં સામેલ થાય તેવી અટકળો વ્યક્ત થઈ હતી. જોકે પછીથી પ્રશાંત કિશોર મમતા બેનરજી સાથે જોડાયા હતા અને મમતાને પશ્ચિમ બંગાળમાં વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રશાંત કિશોરે અગાઉ રાહુલ ગાંધી પર મોટા પ્રહારો કર્યા હતા.