યુવા અભિનેત્રી નોરા ફતેહી હવે ‘ડાન્સ દીવાને જુનિયર’ને જજ કરવાની છે. તેણે ‘ડાન્સ દીવાને’ની છેલ્લી સીઝનમાં માધુરી દીક્ષિત નેને સાથે ગેસ્ટ જજ તરીકે શો કર્યો હતો. જોકે હવે આ શોના જુનિયર વર્ઝનને તે પોતે જજ કરવા જઈ રહી છે. નોરા ખૂબ સારી રીતે ડાન્સ કરી જાણે છે અને તે ઘણીવાર શોમાં પણ ડાન્સ રજૂ કરી ચૂકી છે.
આથી શોના મેકર્સે તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેને આ શો ઓફર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાથી જજ તરીકે તે જેટલા શોમાં હતી એનું રેટિંગ્સ પણ ઘણું આવ્યું હોવાથી તેને પસંદ કરવામાં આવે એ વાજબી છે. બાળકોમાં પણ નોરા ખૂબ જ ફેમસ છે અને ડાન્સને લઈને તેનાં મંતવ્યો પણ સારાં હોવાથી મેકર્સની તે પહેલી પસંદ હતી.