વડાપ્રધાન મોદીએ ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાને ‘ક્રિષ્ના પંખી’ની ગિફ્ટ આપી હતી. ભારતના પરંપરાગત હાથપંખાની આકારાની ચંદનના લાકડાની આ કલાકૃતિ રાજસ્થાન ચુરુના કલાકારોએ બનાવેલી છે, જે ભગવાન ક્રિષ્ણની વિવિધ મુદ્રા દર્શાવે છે. આ ગિફ્ટ પ્રેમ, કરુણા અને સદભાવની પ્રતિક છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ કલાકૃતિ પરંપરાગત ઓજારથી કોતરવામાં આવેલી છે અને તેના ટોચના સ્થાને હાથ નકશીકામથી બનાવામાં આવેલ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની આકૃતિ છે. તેની કિનારી પર નાના ઘુંઘરું પણ છે, જે હવા આવતા ઘંટડીનો અવાજ કરે છે. આ કલાકૃતિ દક્ષિણ ભારતના શુદ્ધ ચંદનના લાકડામાંથી બનાવવામાં આવી છે.