ચાર વર્ષ પહેલા પૂણેના 23 વર્ષના સોફ્ટવેર પ્રોફેશનલ પ્રણય પઠોળેના ખુશીનો પાર રહ્યો ન હતો, જ્યારે તેના રોલ મોડલ ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ઓટોમેટિક વિન્ડસ્ક્રીન વાઇપર્સ અંગેના તેના ટ્વીટનો જવાબ આપ્યો હતો. આ પછીથી પઠોળે ટ્વીટરના ડાયરેક્ટ મેસેજિસ (ડીએમ) મારફત સતત મસ્કના સંપર્ક છે. પઠોળે હાલમાં દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસ કામ કરે છે.
પઠોળેએ જણાવ્યું હતું કે હું મસ્કથી ખૂબ જ પ્રભાવિત છું. હું તેમને ટેકનિકલ બાબતો અંગે ટ્વીટ કરું છું. 2018માં મે પાણીના ટીંપા પડતાની સાથે કાર્યરત થતાં ઓટો વાઇપર સેન્સર અંગે મસ્કને ટ્વીટ કર્યું હતું. થોડી મિનિટમાં મસ્કનો જવાબ આવ્યો હતો કે આ ફીચરનો નેક્સ્ટ અપડેટ (મસ્કની કાર)માં અમલ થઈ રહ્યો છે.
આ વાર્તાલાપ પછીથી ચાલુ રહ્યો હતો. ડિસેમ્બર 2020માં બિગ રોકેટ સ્ટારશિપના નિર્માણમાં વપરાતા રેપ્ટર એન્જિન અંગેના જવાબ આપ્યો હતો. પઠોળેએ જણાવ્યું હતું કે આ પછીથી અમારો ડીએમ વાર્તાલાપ ચાલુ થયો હતો. હું કેટલીક રસપ્રદ ટેકનિકલ બાબતો અંગે મસ્કને ટ્વીટ કરું છું અને તેઓ જવાબ આપે છે. મને લાગે છે કે મારી ટ્વીટ તેમને રસપ્રદ લાગે છે અને તેમનું ધ્યાન ખેંચે છે.
મસ્ક પાસેથી જવાબ મળતા ચાલુ થયા બાદ પઠોળેના ફોલોઅરમાં ઉછાળો આવ્યો હતો અને હાલમાં એક લાખથી વધુ ફોલોઅર છે. પઠોળેએ દાવો કર્યો હતો કે મસ્ક વારંવાર તેને જવાબ આપે છે. મે તેમને ટેસ્લાની ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિશે પૂછ્યું હતું. પઠોળેની સૌથી મોટી મહત્ત્વકાંક્ષા મસ્ક સાથે કામ કરવાની અને તેમની પાસેથી શક્ય હોય તેટલું વધુ શીખવાની છે.