મિસાઇલના મુદ્દે ભારતના જવાબને પાકિસ્તાનને નકારી કાઢ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેજીએ મંગળવારે જણાવ્યું હતું કે આ મુદ્દે ભારતના સંરક્ષણ પ્રધાનનો જવાબ અધુરો અને અપૂરતો છે.પાકિસ્તાને આ મુદ્દાની સંયુક્ત તપાસ કરવાની પણ માગણી કરી હતી.
ભારતની સુપર સોનિક મિસાઈલ તાજેતરમાં ભૂલથી લોન્ચ થયા બાદ પાકિસ્તાનમાં ખાબકી હતી. આ વિવાદને લઈને પાકિસ્તાને હવે યુએનમાં ફરિયાદ કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતની આ હરકત બેજવાબદાર હતી.આ ઘટનાને ભારતે યુએન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મુકવાની જરુરી હતી. અમે આ મુદ્દાની સંયુક્ત તપાસ કરવા માટે માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કે, જો ભારત સંયુક્ત તપાસ માટે સંમત નહીં થાય તો પાકિસ્તાન બીજા વિકલ્પો પર વિચાર કરશે. અમે ભારતના જવાબની હાલમાં તો રાહ જોઈ રહ્યા છે.આ એવો પ્રશ્ન નથી કે જેને બાજુ પર મુકી દેવામાં આવે.
અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન મિસાઈલ લોન્ચના મુદ્દાને યુએનમાં લઈ જશે.પાકિસ્તાન સબંધિત દેશો સાથે સંપર્કમાં છે. જોકે પાકિસ્તાનની સંયુક્ત તપાસની ભારતની આ મિસાઈલ 9 માર્ચે સાંજે 6-30 વાગ્યે પાકિસ્તાનમાં 120 કિલોમીટર અંદર ખાબકી હતી. ભારતે હવે આ મુદ્દે ખેદ વ્યક્ત કર્યો છે અને ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.