વડપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન 11 માર્ચે તેમનાં 99 વર્ષના માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર નજીકના રાયસણ ગામે પહોંચ્યા હતાં. મા હીરાબાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા સહિતના પરિવાર સાથે જમ્યા હતા. હીરાબા સાથે વડાપ્રધાન મોદીએ ખીચડુનું સાદું ભોજન લીધું હતું. વડાપ્રધાન મોદીએ માતા સાથે એક કલાક કરતાં વધારે સમય ગાળ્યો હતો. વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝમાં રહે છે. મોદી ગુજરાત આવે ત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે, પરંતુ છેલ્લાં કોરોના કાળમાં 2 વર્ષથી તેઓ માતાને મળી શક્યા નહોતા.