તમામ જાતિઓની મહિલાઓ માટે મૂર્ત પરિવર્તન માટેની પ્રતિબદ્ધતાને પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે લોર્ડ અને લેડી પોપટ દ્વારા તાજેતરમાં બિન-સંસદીય સભ્યો માટે વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ચર્ચાનું આયોજન સતત પાંચમા વર્ષે કરવામાં આવ્યું હતું.
રૂપલ સચદેવ કંટારિયા, રૂપા પોપટ અને અમીત જોગિયા દ્વારા ક્યુરેટેડ આ ચર્ચામાં 12 ઉત્કૃષ્ટ વક્તાઓની વૈવિધ્યસભર પ્રવચન કર્યા હતા. સંસદીય ચર્ચાની જેમ દરેક વક્તાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મહત્વ પર બોલવા માટે 5 મિનિટ આપવામાં આવી હતી.
વક્તાઓમાં બીના મહેતા (કેપીએમજીના યુકે અધ્યક્ષ), નાથન બોસ્ટોક (સેન્ટાન્ડરના સીઈઓ), રિચમન્ડ ડીબીઈના બેરોનેસ હેલ (સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ પ્રમુખ), સિમી લિન્ડગ્રેન (સ્થાપક અને સીઈઓ, યુટી), અમાન્ડા બ્લેન્ક (ગ્રુપ સીઈઓ, અવિવા), સોમા સારા (સ્થાપક, એવરીવન ઇન્વાઇટેડ), હરિની પીએન રાણા (ભારતીય બ્રોડકાસ્ટ જર્નાલીસ્ટ), ડૉ. શહઝાદી હાર્પર (મેનોપોઝ અને પેરીમેનોપોઝ ડૉક્ટર, ધ હાર્પર ક્લિનિક), અંજુલા આચાર્ય (CEO, A-સિરીઝ મેનેજમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ), એલિસ હેન્ડી ( CEO અને સ્થાપક Rpple સુસાઈડ પ્રિવેન્શન), એન્જેલા ઘાયૌર (સ્થાપક, હેરાત સ્કૂલ) અને ઓલેના માલિન્સ્કા (યુક્રેનિયન રાજકીય નેતા) સામેલ થયા હતા.
ચર્ચાની શરૂઆત કરતા, લોર્ડ પોપટે કહ્યું હતું કે “આ મુશ્કેલ સમયમાં સમગ્ર વિશ્વમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને ભવિષ્ય જોખમમાં છે. આપણે સારા માટે સુયોગ્ય અસલી બળ બનવાની તકનો લાભ લેવો જોઈએ. આપણે વિશ્વભરની મહિલાઓ અને છોકરીઓને આપેલું વચન પાળવું જોઈએ.”
બીના મહેતાએ જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવી ઘટનાઓ પાછળ હટીને જોવાની અને પ્રતિબિંબિત કરવાની તક છે. મારી 30-વર્ષની કારકિર્દીમાં મોટી પ્રગતિ જોઈ છે અને મને વૈવિધ્યસભર બોર્ડનું નેતૃત્વ કરવાનો ગર્વ છે.’’
રૂપા પોપટે કહ્યું હતું કે “આપણી પાસે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે અસર અને પૂર્વગ્રહને તોડવા માટે મૂર્ત પરિવર્તન લાવવાની તક છે. તાજેતરમાં અફઘાનિસ્તાન અને યુક્રેનમાં તે જોયું છે. અમે નથી ઇચ્છતા કે તે બાબતો સંબોધિત ન થાય. આ વિષયો પર બોલતા અમારા વક્તાઓના આભારી છીએ.’’