ગુજરાત સરકારે ઇમર્જન્સી દર્દીઓને તાકીદે સારવાર પૂરી પાડવા માટે એર એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકારના જૂના એરફ્રાક્ટનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે કરવામાં આવશે.
મુખ્યપ્રધાનના જૂના વિમાનનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી વર્ષના પ્રારંભમાં આ સર્વિસ ચાલુ થવાની ધારણા છે. એર એમ્બ્યુલન્સ માટે પ્રતિ કલાકના રૂ.50થી 55 હજારનું ભાડુ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ગુજરાતમાંથી કોરાનાના ૧૧૦ દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.