પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. મોદીના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પુરજોશમાં તૈયારીઓ ચાલુ કરી છે. ૧૧ માર્ચે અમદાવાદ એરપોર્ટથી માંડીને ગાંઘીનગર ખાતેના ભાજપના કાર્યાલય કમલમ સુધી ગ્રાન્ડ રોડ શોનું આયોજન કરવામાં આવશે
૧૧ માર્ચે સવારે દસ વાગે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોચશે ત્યારબાદ તેમનો કાફલો કમલમ તરફ રવાના થશે. એરપોર્ટથી માંડીને કમલમ સુધી બંને બાજુએ લોકો તેમને આવકારશે. કમલમમાં સાંસદ,ધારાસભ્ય, પ્રદેશ કારોબારી સભ્ય ઉપરાંત પદાધિકારીઓ સાથે મોદી બેઠક યોજશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સ્થાનિક સ્વરાજના એક કાર્યક્રમમાં ૩૭ હજારથી વધુ ચૂંટાયેલાં પ્રતિનિધિઓને સંબોધશે. બીજા દિવસે ૧૨ માર્ચે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુંભારંભ કરી વડાપ્રધાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમમમાં ૧૧૦૦ જેટલા નામાંકિત કલાકારો ભવ્ય લાઇવ પરફમન્સ આપશે.