Husband commits suicide after killing wife and son in Vadodara
પ્રતિકાત્મક તસવીર ((istockphoto.com)

વડનગરની GMERS મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી અને પાલનપુર મોરિયા ખાતે બનાસ મેડિકલ કોલેજના MBBSના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. વડનગરની GMERS મેડિકલ કોલેજના બીજા વર્ષમાં ભણતાં વિદ્યાર્થીએ મંગળવારે વહેલી સવારે મોત વહાલું કર્યું હતું. પરીક્ષા ચાલતી હોવાથી ડિપ્રેશનના કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનો આશંકા છે. આ વિદ્યાર્થી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અગાડિયા-ધુળિયા ગામનો વતની હતો. 21 વર્ષીય ધર્મેશ ગિરીશભાઈ નકુમ અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. મંગળવારે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે ધર્મેશે આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હતી.

પાલનપુર ગલબાભાઈ નાનાજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો જતીન કીર્તિભાઈ દરજી (વતન- ભીલોડા, જિલ્લો અરવલ્લી) સોમવારે રાત્રે રૂમમાં અન્ય બે મિત્રો સાથે પરીક્ષાની તૈયારી કરતો હતો. દરમિયાન પાંચ મિનિટમાં આવું તેમ કહીને રૂમમાંથી નીકળ્યો હતો અને આપઘાત કરી લીધો હતો.