અમેરિકાના આયોવા રાજ્યમાં શનિવારે ચક્રવાતથી છ લોકોના મોત થયા હતા તથા અનેક બિલ્ડિંગોને નુકસાન થયું હતું. વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજળી ગૂલ થઈ હતી. મેડિસન કાઉન્ટીના ઇમર્જન્સી મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેસ મોઇનીસમાં છ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં 25થી 30 મકાનોને પણ નુકસાન થયું હતું. રાજ્યમાં લાંબા સમય પછી આવું ભયાનક વાવાઝોડું આવ્યું હતું. આયોવા રાજ્યમાં ચક્રવાતની સાથે ગાજવીજ સાથે શનિવારની રાત્રે ભારે વરસાદ થયો હતો. તેનાથી ડેસ મોઇનીસ, નોર્વાકો અને પૂર્વ આયોવામાં નુકસાન થયું હતું. સંખ્યાબંધ મકાનોનો નુકસાન થયું હતું અને રોડ બ્લોક થયા હતા. ડેસ મોનિસ એરિયામાં આશરે 10,000 ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી.