ભારતમાં 30 મિલિયન ડોલર (આશરે રૂ.226 કરોડ) કે તેનાથી વધુની ચોખ્ખી એસેટ ધરાવતા અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા ગયા વર્ષે 11 ટકા વધી છે. શેરબજારમાં તેજી અને ડિજિટલ ક્રાંતિને કારણે દેશમાં ધનિકોની સંખ્યામાં વધારો થયો છે, એમ નાઇટ ફ્રેન્સે જણાવ્યું હતું. ભારતમાં અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા 2021માં વધીને 13,637 થઈ છે, જે અગાઉના વર્ષે 12,287 હતી.
2021માં બિલિયોનેર્સની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને હતું. અમેરિકા 748 બિલિનેર્સ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ચીન 554 બિલિયોનેર્સ સાથે બીજા ક્રમે છે. ભારતમાં બિલિયોનેર્સની સંખ્યા 145 છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્સ નાઇક ફ્રેન્સના વેલ્થ રિપોર્ટ 2022માં જણાવ્યા અનુસાર વિશ્વમાં અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા 9.3 ટકા વધીને 6,10,569 થઈ હતી, જે અગાઉના વર્ષે આશરે 5.48 લાખ હતી. નાઇટ ફ્રેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા વાર્ષિક ધોરણે 2021માં 11 ટકા વધી હતી, જે એપીએએસીમાં સૌથી વધુ વધારો છે. ભારતમાં શહેર પ્રમાણે વાત કરીયે તો આવા વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ બેંગ્લોરમાં 17.1 ટકા વધીને 352 થઇ છે. તો દિલ્હીમાં 12.4 ટકા વધીને 210 અને મુંબઇમાં 9 ટકા વધીને 1,596 થઇ છે.
વર્ષ 2026 સુધીમાં ભારતમાં અલ્ટ્રા હાઇ-નેટવર્થ ઇન્ડિવિઝયુઅલની સંખ્યા 39 ટકા વધીને 19,006 થવાનો અંદાજ મૂક્યો છે, જેની સંખ્યા વર્ષ 2016માં માત્ર 7,401 હતી. નિષ્ણાંતોનું કહેવુ છે, ભારતમાં અલ્ટ્રા હાઇ-નેટવર્થ ઇન્ડિવિઝયુઅલની સંખ્યામાં વધારો એ ઈક્વિટી બજારો અને ડિજિટલ ક્રાંતિને આભારી છે. ભારતમાં લગભગ 69 ટકા સુપર અમીર વ્યક્તિઓને વર્ષ 2022માં તેમની સંપત્તિમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.