બર્મિંગહામ સિટી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન અને તેની શીખ સોસાયટીએ મંગળવારે મિલેનિયમ પોઈન્ટ ખાતે એટ્રીયમમાં ‘કેમ્પસ પર લંગર’નું આયોજન કર્યું હતું. જેમાં 500થી વધુ લોકોએ સાથે ભોજન લીધું હતું.
‘લંગર ઓન કેમ્પસ’ એ વિશ્વભરની યુનિવર્સિટીઓમાં શીખ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે, જ્યાં તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સમુદાયના સભ્યો એકસાથે આવે છે અને ખાય છે. બર્મિંગહામ સિટી યુનિવર્સિટીમાં પાંચમી વખત મોટા પાયે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોકોએ શીખ ધર્મ વિશે વધુ સમજ મેળવી હતી.
લંગરની ઉત્પત્તિ 15મી સદીના પંજાબમાં શીખ ધર્મના સ્થાપક અને 10 શીખ ગુરુઓમાંના પ્રથમ ગુરુ નાનક દેવજીએ કરાવી હતી. જ્યાં ધર્મ, જાતિ, રંગ, સંપ્રદાય, ઉંમર, લિંગ અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિ સાથે બેસીને ભોજન કરે છે.