20 ફેબ્રુઆરીના રોજ કોવિડ માટે પોઝીટીવ જાહેર થયા બાદ ગયા અઠવાડિયે સંખ્યાબંધ ઇવેન્ટ્સ રદ કરનાર 95 વર્ષીય મહારાણી કામ પર પાછા ફરી રહ્યા છે અને તેમણે બે વર્ચ્યુઅલ શાહી ફરજો નિભાવી હતી.
બકિંગહામ પેલેસે જણાવ્યું છે કે તેમણે એન્ડોરા અને ચાડના રાજદૂતો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ ઉપરાંત રાણી કેટલાક ખાનગી એંગેજમેન્ટમાં પણ ભાગ લેશે. જો કે બકિંગહામ પેલેસના અધિકારીઓએ રાણીના સ્વાસ્થ્ય વિષે વધુ માહિતી આપી નથી. રાણી પાછા ફર્યા તે કોવિડ લક્ષણોમાંથી તેમની રીકવરી બતાવે છે.
તાજેતરની વર્ચ્યુઅલ બેઠક વિન્ડસર કેસલથી વિડિયો લિંક દ્વારા હાથ ધરવામાં આવી હતી. કોવિડ માટે સકારાત્મક પરીક્ષણ કરનાર રાણી હળવા લક્ષણોનો ભોગ બન્યા પછી આયોજિત ઇવેન્ટ્સ રદ કરાઇ હતી. ઓન-સ્ક્રીન મીટિંગ્સમાં ભાગ લેવા અસમર્થ હોવા છતાં, રાણીને રાજ્યના કાગળો વાંચવા જેવી “હળવી ફરજો” નિભાવી હતી.