ઇકોનોમિક રીકવરીમાં ઘટાડો અને જીવન નિર્વાહના વધતા ખર્ચ છતાં વધતા જતા ફુગાવાનો સામનો કરવાનો ઉદ્દેશ સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડે ત્રણ મહિનામાં બીજી વખત વ્યાજ દર વધારીને 0.5 ટકા કર્યો છે. MPC એ બેંકનો મુખ્ય ધિરાણ દર 0.25 ટકાથી વધારીને 0.5 ટકા કર્યો છે. બેંકે જણાવ્યું હતું કે તે આ વર્ષે અને આગામી 2023ના મધ્ય સુધીમાં વ્યાજના દરો 1.5 ટકા સુધી વધારવાનું ચાલુ રાખશે.
બેંક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી હતી કે એનર્જી બિલમાં વધારો થવાથી ફુગાવાનો દર એપ્રિલ સુધીમાં 7 ટકા કરતા વધુ થાય તેવી શક્યતા છે.
પરિવારોએ ત્રણ દાયકામાં તેમની (ડોસ્પોઝેબલ) આવકમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કર્યો હોવાની ચેતવણી આપતાં, બેંકની રેટ-સેટિંગ મોનેટરી પોલિસી કમિટીએ મોંઘવારીનાં વધતા દબાણને પહોંચી વળવા માટે તેનો બેઝ રેટ 0.25 ટકા વધારવા માટે સાંકડી બહુમતીથી મત આપ્યો હતો.
નવ-સભ્યોની સમિતિ (MPC) પર વધતા વિભાજનનો સંકેત આપતા, ચાર સભ્યોએ વધતી કિંમતોને પહોંચી વળવા અને તેમને બેંકના 2 ટકાના ફુગાવાના લક્ષ્યાંક પર વધુ ઝડપથી પાછા લાવવા માટે 0.75 ટકા સુધીનો વધુ આક્રમક વધારો કરવા માટે મત આપ્યો હતો.
થ્રેડનીડલ સ્ટ્રીટના અનુમાન મુજબ પરિવારોની ડીસ્પોઝેબલ આવક આ વર્ષે 2 ટકા ઘટશે, જે 1990માં તુલનાત્મક રેકોર્ડ શરૂ થયા પછીનો સૌથી મોટો ઘટાડો છે. આંતરરાષ્ટ્રીય ચલણ બજારોમાં પાઉન્ડ યુએસ ડોલર સામે 0.3% વધીને $1.36ની નજીક વેપાર કરે છે.
કમિટીના તમામ સભ્યોએ 2008ની નાણાકીય કટોકટીથી છેલ્લા એક દાયકામાં બનેલા બેંકના £895 બિલિયનના કોન્ટીટેટીવ-ઇઝીંગ બોન્ડ બાઇંગ કાર્યક્રમને ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવા માટે મત આપ્યો હતો. એમપીસીએ જણાવ્યું હતું કે તે પાકતા બોન્ડની આવકનું પુનઃરોકાણ નહિં કરવાનું પસંદ કરશે. જેથી આગામી બે વર્ષમાં તેની અસ્કયામતોના સ્ટોકમાં £70 બિલિયનનો ઘટાડો કરશે.
ડિસેમ્બરમાં વાર્ષિક ફુગાવો 5.4 જેટલોસ 30-વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એપ્રિલમાં ફુગાવો 7.25 ટકાની નજીક પહોંચશે.