ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી કરોડોની ગેરરીતિ કરીને ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે સોમવારે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. ગુપ્તા બંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ છે. ત્રણ ગુપ્તા બ્રધર્સ અજય, અતુલ અને રાજેશ મૂળમાં ઉત્તરપ્રદેશના સહારપુરના છે અને હાલમાં દુબઇમાં હોવાનું માનવામાં આવે છે.
અતુલ, રાજેશ અને તેમના મોટા ભાઇ અજય પર આરોપ છે કે તેમણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ જુમાથી પોતાની ગરીબીનો ફાયદો ઉઠાવી તેમણે સરકારી કંપનીઓમાં અબજો રેન્ડની હેરાફેરી કરી હતી.
જો કે ઇન્ટરપોલે અતુલ અને રાજેશ ગુપ્તાની પત્નીઓ આરતી અને ચેતાલી ગુપ્તા વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવાનો ઇનકાર કર્યો હતો. રેડ કોર્નર નોટીસ તમામ સભ્ય દેશોને સચેત કરે છે કે આ વ્યકિત એ વોન્ટેડ ભાગેડું છે. જો કે આ નોટિસ ધરપકડ વોરન્ટની સમકક્ષ નથી. જો કે આનાથી આરોપીને પ્રત્યાર્પિત કરવાની કાર્યવાહીને વેગ મળે છે. દક્ષિણ આફ્રિકાની સરકારે સાત મહિના અગાઉ રેડ નોટિસ માટે અરજી કરી હતી.
દક્ષિણ આફ્રિકાના ન્યાય પ્રધાન રોનાલ્ડ રામોલાએ આ પગલાને સકારાત્મક ગણાવ્યું છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ પ્રોસેક્યુટિંગ ઓથોરિટી(એનપીએ) છેલ્લા કેટલાક વર્ષો ગુપ્તા ભાઇઓના પ્રત્યાર્પણના પ્રયત્નો કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તા ભાઇઓ 2018માં દક્ષિણ આફ્રિકાથી ભાગીને દુબઇ જતા રહ્યાં હતાં.
સાઉથ આફ્રિકાની નેશનલ પ્રોસેક્યુક્ટિંગ એજન્સી (એનપીએ) છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુપ્તા બ્રધર્સના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. ગુપ્તા બ્રધર્સ હાલમાં ક્યાં છે તેની કોઇ સત્તાવાર માહિતી નથી, પરંતુ સાઉથ આફ્રિકાએ ગયા વર્ષે દુબઇ સાથે પ્રત્યાર્પણ સંધિ કરી હતી અને તેમના પ્રત્યાર્પણની માગણી કરી હતી.