ભારતના તમામ લોકો યુક્રેનની રાજધાની કીવમાંથી નીકળી ગયા છે. ભારતે ખારકીવ અને બીજા વોર ઝોનમાંથી તમામ ભારતીય નાગરિકોને તાકીદે સુરક્ષિત માર્ગ આપવાની રશિયા અને યુક્રેનના રાજદૂતો સમક્ષ માગણી માગણી કરી છે, એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સરકારે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઇટનું આયોજન કર્યું છે. અમે ખારકીવ, સુમી અને બીજા વોર ઝોનનની સ્થિતિ અંગે ઘણા જ ચિંતિત છીએ. એરફોર્સનું સી-16 વિમાન ભારતીય નાગરિકોને પરત લાવવા માટે બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા માટે ઉડાન ભરે તેવી શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો. મોદીએ પણ પોલેન્ડના પ્રેસિડન્ટ સાથે વાત કરી હતી. રોમાનિયા અને હંગેરી ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ભારતના લોકોને પરત લાવવા માટે ઉપયોગ કરાશે.