યુક્રેનના પ્રેસિડન્ટે રવિવારે માગણી કરી હતી કે તેમના દેશ પર આક્રમણ કરવા બદલ રશિયાની સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા કાઉન્સિલમાંથી હકાલપટ્ટી કરવી જોઇએ. યુક્રેન પર રશિયાનું આક્રમણ નરસંહારનું કૃત્ય છે. રશિયાએ દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો છે અને વિશ્વે યુએન સિક્યોરિટી કાઉન્સિલના સભ્યપદથી તેને વંચિત રાખવું જોઇએ. યુએન સિક્યોરિટી કાઉન્સિલના પાંચ સભ્યોમાં રશિયાનો સમાવેશ થાય છે અને તેને પાસે વીટો પાવર પણ છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનના શહેરો પર રશિયાના હુમલાની ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલે તપાસ કરવી જોઇએ અને તેના આક્રમણને સરકાર પ્રેરિત ત્રાસવાદ જાહેર કરવો જોઇએ.