આપણા રાજકીય નેતાઓ તેમની કારકિર્દી તેમની છાપ અને તેમની સિદ્ધિઓને ચમકાવવામાં વિતાવે છે. પુસ્તક અનમાસ્કીંગ અવર લીડર્સના લેખક માઈકલ કોકરેલે પોતાનું વ્યાવસાયિક જીવન નેતાઓની આ ચમક દમક છીનવીને વિતાવ્યું છે. પોતાની પચાસ વર્ષોની કારકિર્દીમાં તેમણે વેસ્ટમિન્સ્ટર અને વ્હાઇટહોલની ગુપ્ત ચેમ્બર્સમાં અજોડ પ્રવેશ મેળવ્યો છે. આ પુસ્કતમાં તેઓ માસ્ક પાછળ આપણા ટોચના રાજકારણીઓ ખરેખર કેવા છે તેના પર રોશની નાંખીને ઘણી આનંદી વાતો છતી કરે છે.

છેલ્લાં દસ વડા પ્રધાનોને ફિલ્માવવાના તેમના અનોખા અનુભવને રજૂ કરતા કોકરેલ કહે છે કે તેઓ કેવી રીતે દેશના કેટલાક સૌથી સાવચેત લોકોને નિખાલસ બનાવે છે અને જણાવે છે કે વેસ્ટમિન્સ્ટરમાં સેક્સના પ્રશ્નો ક્યારેય સપાટીથી દૂર નથી.

તેમણે એમ પણ જણાવ્યું છે કે કેવી રીતે માર્ગારેટ થેચર તેની સાથે સ્ક્રીન પર ફ્લર્ટ કરે છે પરંતુ કોમન્સમાં તેના પર નામજોગ હુમલો કરે છે; ટોની બ્લેરે કેવી રીતે કહ્યું હતું કે તે ઇરાકમાં સ્વેચ્છાએ ‘લોહીની કિંમત ચૂકવશે’; કેવી રીતે ડેવિડ કેમેરોન ઇનોક પોવેલ પાસેથી મોટું ભાષણ કરવાનું શીખ્યા – અને કેવી રીતે બોરિસ જૉન્સનને વડા પ્રધાન બનવાની તેમની ક્ષમતા વિશે શંકા હોવાનું જણાયું હતું.

પુસ્તકમાં તાજેતરના ઈતિહાસની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ અંગે રાજકારણીઓએ કેવી પ્રતિક્રિયા આપી હતી તે પણ જણાવાયું છે. તો રાજકીય ટેલિવિઝન અને વિદેશી રિપોર્ટિંગમાં કામ કરતા લોકોની કારકિર્દીની આકર્ષક સમજ પણ પૂરી પાડે છે, જ્યાં તણાવ, હરીફાઈ અને જીવલેણ જોખમો એ તમામ તેમની ફરજનો ભાગ છે.

લેખક પરિચય

માઈકલ કોકરેલ પચાસ વર્ષથી બીબીસી ટીવીના પોલિટિકલ રિપોર્ટર અને ડોક્યુમેન્ટ્રી-નિર્માતા છે, તેમણે આપણા ટોચના રાજકારણીઓના વિનોદી અને આંખ ઉઘાડનારા પ્રોફાઇલ્સ માટે પુરસ્કારોની શ્રેણી જીતી છે. તેઓ ઓક્સફર્ડ કોલેજ, કોર્પસ ક્રિસ્ટીના ઓનરરી ફેલો છે અને દસ વર્ષ સુધી નોટિંગહામ યુનિવર્સિટીમાં પોલિટીક્સના વિઝિટિંગ પ્રોફેસર હતા. તેઓ નિયમિત રેડિયો પ્રેઝન્ટર છે અને ધ ટાઈમ્સ, ડેઈલી મેઈલ, ધ ગાર્ડિયન અને ધ સ્પેક્ટેટર માટે લખે છે. અનમાસ્કીંગ અવર લીડર્સ તેમનું ત્રીજું પુસ્તક છે.

પ્રતિભાવ

“હું માઈકલ કોકરેલના પુસ્તકથી ખૂબ જ ઉત્સાહિત છું. તેમની નોંધપાત્ર પહોંચ આપણા નેતાઓ સત્તા ચલાવવા માટે શું કરે છે તે વિશે અવિરતપણે આકર્ષક આંતરદૃષ્ટિ આપે છે. – એમિલી મૈટલિસ

“રાજકારણ વિશેનું સૌથી આહલાદક, શોષક અને સંપૂર્ણ મનોરંજક પુસ્તક તમે ક્યારેક જ વાંચ્યું હશે.” – એલન જૉન્સન

“ભારે મનોરંજક અને ઘણી બાબતો છતી કરતું – વર્ષનું મારું રાજકીય પુસ્તક.” – ઇયાન ડેલ

“આપણા રાજકીય યુગના મુખ્ય ક્રોનિકલર બ્રિટનમાં સત્તા સંભાળનારાઓની વાર્તાઓ પાછળની વાર્તા કહે છે.” – નિક રોબિન્સન

Product details

Book: Unmasking Our Leaders

Publisher ‏ : ‎ Biteback Publishing

ISBN-13 ‏ : ‎ 978-1785906855

Price: £20.00