રશિયાના પ્રેસિડન્ટ પુતિને ગુરુવારે યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનના વિવિધ વિસ્તારોમાં ધડાકા સંભળાયા હતા. રશિયાના વિદેશ પ્રધાનને પણ સંપૂર્ણકક્ષાનું યુદ્ધ ચાલુ થયું હોવાની ચેતવણી આપી હતી. યુક્રેને રશિયાના પાંચ યુદ્ધ વિમાનો તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો. રશિયાએ યુક્રેને એર ડિફેન્સ સિસ્ટમને ઉડાવી દીધી હોવાનો પણ દાવો કર્યો હતો.
યુરોપે યુક્રેનમાં કોઇ ફ્લાઇટ ન મોકલવાનો આદેશ આપ્યો હતો. યુક્રેનના કીવ અને ખારકીવ સહિતના શહેરોમાં રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો.
સરપ્રાઇઝ ટીવી સંબોધનાં પુતિને જાહેરાત કરી હતી કે મે લશ્કરી કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. આ જાહેરાતના થોડા સમયમાં જ યુક્રેનની રાજધાનની કીવ અને બીજા શહેરોમાં ધડાકા સાંભળવા મળ્યા હતા. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પોતાના ટેલિવિઝન ભાષણમાં પૂર્વ યુક્રેનના અલગતાવાદી ડોનબાસ ક્ષેત્રમાં વિશેષ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ પહેલા યુક્રેનના પ્રેસિડન્ટ ચેતવણી આપી હતી કે રશિયા યુરોપમાં ભીષણ યુદ્ધ કરી શકે છે. આ સાથે પુતિને કહ્યું હતું કે રશિયા કોઈપણ કુરબાની માટે તૈયાર છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરતાં દાવો કર્યો કે તેમનો હેતુ નાગરિકોની સુરક્ષા માટે છે. ટેલિવિઝન સંબોધનમાં પુતિને કહ્યું કે આ કાર્યવાહી યુક્રેન તરફથી આવી રહેલી ધમકીઓના જવાબમાં કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ધ્યેય નથી. પુતિને કહ્યું કે રક્તપાતની જવાબદારી યુક્રેનિયન ‘શાસન’ની છે. આ સાથે પુતિને અન્ય દેશોને પણ ચેતવણી આપી હતી કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાનો કોઈપણ પ્રયાસ ‘તેમણે ક્યારેય ન જોયો હોય તેવા પરિણામો’ તરફ દોરી જશે.
યુક્રેનિયન બંદર શહેર મેરીયુપોલમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. દેશમાં ગોળીબાર થવાની આશંકા છે. દક્ષિણપૂર્વ યુક્રેનમાં શહેરના રહેવાસીઓએ આજે સવારે 3.30 વાગ્યે રશિયન સરહદથી 30 માઇલ દૂર વિસ્ફોટ સંભળાયા હતા. યુક્રેનમાં વધી રહેલા તણાવને જોતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ફરી એકવાર ઈમરજન્સી સત્ર બોલાવશે. રાજદ્વારીઓએ આ માહિતી આપી છે. દેશના વિદ્રોહી વિસ્તારો પર રશિયાના કબજા બાદ યુક્રેને યુએન પાસે તેની માંગણી કરી હતી, જેના પછી આ બેઠક બોલાવવામાં આવી છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે સરહદ પર રશિયાના લગભગ 200,000 સૈનિકો હાજર છે. ઝેલેન્સકીએ ચેતવણી આપી છે કે યુરોપમાં ટૂંક સમયમાં રશિયન બાજુથી ભયંકર યુદ્ધ શરૂ થઈ શકે છે.
રશિયા દ્વારા યુક્રેનના કેટલાક શહેરોમાં મિસાઈલથી એટેક કરવામાં આવ્યાના સમાચાર અંગેના અહેવાલ વચ્ચે યુક્રેનના વિદેશ પ્રધાને નિવેદન આપ્યું હતું કે યુક્રેન કોઈપણ ભોગે પોતાનો બચાવ કરશે અને જીતશે. પુતિને હમણાં જ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું છે. શાંતિપૂર્ણ યુક્રેનિયન શહેરો યુદ્ધના ઓથાર હેઠળ છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. વિશ્વ પુતિનને રોકી શકે છે અને રોકવું જોઈએ. વિશ્વ માટે હવે ખરેખર કામ કરવાનો સમય છે.