(istockphoto.com)

આગામી 4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનારી આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાની ઈનામી રકમમાં મોટો વધારો જાહેર કરાયો છે. આ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 1.32 મિલિયન અમેરિકી ડોલર રહેશે. ઈંગ્લેન્ડમાં 2017માં રમાયેલી વર્લ્ડ કપની ઈનામી રકમ કરતા આ પ્રાઈઝ મની બમણી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે જાહેર કર્યા પ્રમાણે કુલ પુરસ્કાર રકમમાં પણ 75 ટકાનો વધારો થયો છે.
વર્લ્ડ કપ વિજેતા ટીમને 1.32 મિલિયન અમેરિકી ડોલર તથા રનર્સઅપને 600,000 અમેરિકી ડોલર મળશે.
સેમિ ફાઇનલ્સમાં હારનારી બે ટીમોને 300,000 અમેરિકી ડોલર મળશે, જ્યારે ગ્રુપ સ્ટેજમાં બહાર થનારી ટીમોને 70,000 અમેરિકી ડોલરનું ઈનામ મળશે. ગઈ સીઝનમાં તે 30,000 અમેરિકી ડોલર હતું.

2017ના વર્લ્ડ કપમાં રનર્સઅપ ભારતીય ટીમને 270,000 અમેરિકી ડોલરનું ઈનામ મળ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં દરેક દરેક વિજય બદલ ટીમોને 25000 અમેરિકી ડોલર મળશે.આગામી સ્પર્ધામાં કુલ 28 ગ્રુપ મેચ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ બીજી ટીમ સાથે એક-એક વખત રમશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલની ટોપ ચાર ટીમને સેમીફાઇનલમાં એન્ટ્રી મળશે. સ્પર્ધા 4 માર્ચથી 3 એપ્રિલ સુધી ન્યૂઝીલેન્ડના છ શહેરોમાં રમાશે.