ઘાસચારા કૌભાંડના એક કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને પટણાની સીબીઆઇ કોર્ટે સોમવારે પાંચ વર્ષની જેલ અને રૂ.60 લાખના દંડની સજા ફટકારી હતી. આ બહુચર્ચિત કૌભાંડનાા ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી હતી. લાલુ પ્રસાદ યાદવના વકીલે કહ્યું કે જામીન માટે અરજી કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી લાલુ પ્રસાદ યાદવને જેલમાં જ રહેવું પડશે.
અગાઉ ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ચાર કેસમાં લાલુ પ્રસાદ યાદવને પહેલા જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ અત્યારે જમીન પર હતા, પરંતુ નવી સજાથી તેમને હોસ્પિટલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા.15 ફેબ્રુઆરીના રોજ CBIની વિશેષ અદાલતે લાલુ યાદવ અને અન્ય આરોપીઓને 139.5 કરોડ રૂપિયાના ડોરાન્ડા ટ્રેઝરી સાથે સંકળાયેલા ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા. ત્યારે કોર્ટે સજાની જાહેરાત કરી ન હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ યાદવને ચારા કૌભાંડના અન્ય ચાર કેસ (દુમકા, દેવઘર અને ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેર નાણાની ઉપાડ)માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તેમને કુલ 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતા.