પેરિસના ગેર ડુ નોર્ડ સ્ટેશન પર એક વ્યક્તિએ સોમવારની સવારે પોલીસ પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે વળતી કાર્યવાહી કરીને યુવકને ઠાર કર્યો હતો. આ સ્ટેશનનો યુરોપના સૌથી મોટા ટ્રેન સ્ટેશનમાં સમાવેશ થાય છે તથા તે બ્રિટન અને બેલ્જિયમને જોડતી ઇન્ટરનેશનલ ટ્રેન સર્વિસનું મથક છે. યુવકે પોલીસ પર શા માટે હુમલો કર્યો હતો તેનું કારણ જાણવા મળ્યું ન હતું. જોકે ફ્રાન્સ સરકારે ત્રાસવાદી હુમલાની શક્યતા નકારી કાઢી હતી.
ફ્રાન્સના ટ્રાન્સપોર્ટ પ્રધાન જીન બેપ્ટિસ્ટી ડીજેબ્બારીએ આરએમસી રેડિયાને જણાવ્યું હતું કે પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનામાં બે પોલીસ અધિકારીને પણ નજીવી ઇજા થઈ હતી. આ હુમલો ત્રાસવાદી ઘટના ન હોવાની શક્યતા છે. પોલીસ અગાઉથી હુમલાખોરને જાણતી હતી. અગાઉ ફ્રાન્સના ગૃહપ્રધાને ટ્વીટર પર જણાવ્યું હતું કે આ ઘટના સોમવારની સવારે 7.00 વાગ્યે ની હતી. ફ્રાન્સ એપ્રિલમાં પ્રેસિડન્ટની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યું છે કે હિંસક ગુના અને ત્રાસવાદ મુખ્ય ચિંતા છે.