ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ગાઇડલાઇનમાં ગત ગુરુવારે સુધારો કર્યો હતો.કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે દેખા દીધી ત્યારે અમલી બનેલી આવેલી’એટ રિસ્ક’કેટેગરીને દૂર કરવામાં આવી છે.આનો અર્થ એવો થાય છે કે આ દેશોના મુસાફરોએ આગમન સમયે હવે સેમ્પલ આપવા પડશે નહીં અને રિઝલ્ટ સુધી રાહ જોવી પડશે નહીં. હાલના સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇનના નિયમને દૂર કરાયો છે. તેની જગ્યાએ કોરોનાના લક્ષણો સામે 14 દિવસના સેલ્ફ મોનિટરિંગની ભલામણ કરી છે. નવી ગાઇડલાઇન સોમવાર,14 ફેબ્રુઆરીથી અમલી બનશે,એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના વાઇરસની બદલાતી જતી સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે,પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ સામે પણ અવરોધ આવવો જોઇએ નહીં.
નવી ગાઇડલાઇન મુજબ તમામ વિદેશી મુસાફરોએ છેલ્લાં 14 દિવસની ટ્રાવેલ હિસ્ટરી સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (એર સુવિધા વેબ પોર્ટલ ઉપલબ્ધ) ભરવાનું રહેશે. આ ઉપરાંત નેગેટિવRT-PCRટેસ્ટ અપલોડ કરવાનો રહેશે,જે ટ્રાવેલની તારીખના 72 કલાકની અંદરનો હોવો જોઇએ. વિદેશી મુસાફરોએ કોરોનાના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે. આ વિકલ્પ ભારતની સરકારે વેક્સિનેશન પ્રોગ્રામને માન્ય રાખ્યો છે તેવા 72 દેશોના મુસાફરો માટે ઉપલબ્ધ છે. આવા દેશોમાં કેનેડા,હોંગકોંગ,યુનાઇટેડ
નેશન્સ,યુકે,બહેરિન,કતાર,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝિલેન્ડ અને યુરોપના કેટલાંક દેશોનો સમાવેશ થાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે એરલાઇન્સ એવા મુસાફરોને જ વિમાનમાં બેસવાની પરવાનગી આપશે કે જેમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં તમામ વિગતો આપી છે તથા નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અથવા કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું છે. કોરોના લક્ષણો ધરાવતા ન હોય તેવા મુસાફરોને જ વિમાનમાં બેસવાની પરવાનગી મળશે. ફ્લાઇટમાં માસ્કનો ઉપયોગ અને સોસિયલ સિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.
ભારતના આગમન સમયે થર્મલ સ્ક્રિનિંગ થશે. ફ્લાઇટમાંથી આશરે બે ટકા સુધીના મુસાફરોના કોરોના ટેસ્ટ થશે. આ મુસાફરોની પસંદગી એરલાઇન્સ કરશે અને તે જુદા જુદા દેશોનો હોવા જોઇએ. કોરોનાના લક્ષણો ધરાવતા મુસાફરોને તાકીદે ક્વોરેન્ટાઇન કરશે અને તેમનો કોરોના ટેસ્ટ થશે. જો કોરોના પોઝિટિવ આવશે તો કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાશે.
આનો અર્થ એવો થાય છે કે આ દેશોના મુસાફરોએ આગમન સમયે હવે સેમ્પલ આપવા પડશે નહીં અને રિઝલ્ટ સુધી રાહ જોવી પડશે નહીં.