ભારતના લશ્કરી દળો સાથે 2020માં ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષમાં ચીનને ભારે નુકસાન થયું હતું. ચીને સત્તાવાર જાહેર કરી છે તેના કરતાં તેના ઘણા વધુ સૈનિકોના મોત થયા હતા. ઘણા ચીની સૈનિકો વેલીની નદીને પાર કરતા ડુબી ગયા હતા, એવો ઓસ્ટ્રેલિયાના એક ટેબ્લોઇડે તેના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં પદાર્ફાશ કર્યો છે.
ક્લેક્સોન નામના ટેબ્લોઇડના એડિટર એન્થની ક્લેને આ અહેવાલમાં જણાવ્યું હતું કે ગલવાનમાં બે અલગ અલગ સંઘર્ષના ડેટા મિશ્ર અને સંદિગ્ધ હકીકતો દર્શાવે છે. ગલવાન અથડામણમાં પોતાના કેટલાં સૈનિકોના મોત થયા હતા તેની ચીને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ચીને આ લડાઇમાં માર્યા ગયેલા ચાર સૈનિકોને મરણોપરાંત મેડલ આપ્યા હતા. ચીને માત્ર ચાર નામ જાહેર કર્યા હતા, પરંતુ તેના કુલ 38 સૈનિકોના મોત થયા હતા.
આ ટેબ્લોઇડે તેના તપાસ અહેવાલ માટે સોસિયલ મીડિયા રિસર્ચર્સની સ્વતંત્રો ટીમોના ડેટા એકત્ર કર્યા હતા, જેમાં બહાર આવ્યું છે કે ચીનની જાનહાની ચાર સૈનિકો કરતાં ઘણી વધુ હતી. ચીને આ અથડામણની ચર્ચા પર અંકુશ મૂકવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.15-16 જૂનની આ લડાઇના પ્રારંભિક તબક્કામાં ચીનના ઘણા સૈનિકોના મોત થયા હતા. માઇનસ ડિગ્રી તાપમાનમાં ઝડપી પ્રવાહ ધરાવતી ગલવાન નદીને પાર કરવાના પ્રયાસમાં આ સૈનિકો ડુબી ગયા હતા. ‘ગલવાન ડિકોડેટ’ નામના આ સોશિયલ મીડિયા રિસર્ચર્સે જારી કરેલા અહેવાલ હકીકતોને બહાર લાવવામાં આવી છે. ચીનના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના વિવિધ યુઝર્સને ટાંકીને અહેવાલમાં જણાવ્યા અનુસાર વાંગ સહિત ચીનના 38 સૈનિકોના તે રાત્રે મોત થયા હતા.