ભારતીય સંસદમાં 31 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થશે, જેમાં કોરોના પ્રોટોકોલ લાગુ કરાશે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. એ અગાઉ 31 જાન્યુઆરીએ 11 વાગ્યે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે જેના પછી આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે. જ્યારે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કરાશે, નવા કોરોના પ્રોટોકોલ બીજી ફેબ્રુઆરીથી લાગુ થશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમન સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે. સીતારમન એનડીએ સરકારના બીજા કાર્યકાળનું અને પોતાનું ચોથું બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર પહેલા જ રાજ્યસભાના ચેરમેન અને વાઇસ પ્રેસિડેન્ટ એમ. વેંકૈયાનાયડુ કોરોનાથી સંક્રમિત થયા છે. તો સંસદના 875 કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે.