ગ્વાન્ટાનામોની જેલમાં રખાયેલા એક ભૂતપૂર્વ અટકાયતી મોઝ્ઝમ બેગ તેનો બ્રિટિશ પાસપોર્ટ પુનઃસ્થાપિત કરવા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની યોજના બનાવી રહ્યો છે. આઠ વર્ષ પહેલાં સીરિયાની બે યાત્રાઓ પછી તેની પાસેથી બ્રિટીશ પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યો હતો.
2014માં સીરિયામાં તેના સામેની સંબંધિત આતંકવાદી કાર્યવાહીનો કેસ તૂટી પડ્યો હોવા છતાં અને પોલીસે તે નિર્દોષ છે તેમ સ્વીકાર્યું હોવા છતાં મોઝ્ઝમ બેગની નવા પાસપોર્ટ માટેની અરજી સપ્ટેમ્બર 2021માં નકારી કાઢવામાં આવી હતી.
કેજ એડવોકેસી ગ્રૂપ સાથે કામ કરતો બેગ “આતંક સામેના યુદ્ધ”માં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ઝુંબેશ ચલાવે છે. તેણે કહ્યું હતું કે તેની પાસે ન્યાયિક સમીક્ષા માટે અરજી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.