જર્મનીમાં ઓમિક્રોન સંક્રમણ વધતા કોરોના નિયંત્રણોમાં વધારો કરાયો છે. ખાનગી મેળાવડામાં દસ જ લોકો ભેગા થઇ શકશે. જેમણે બૂસ્ટર ડોઝ લીધો હશે તેમને જ રેસ્ટોરન્ટ પ્રવેશ અપાશે અથવા રેસ્ટોરન્ટ પ્રવેશ વખતે નેગેટીવ ટેસ્ટની શરત રખાઇ છે. જર્મનીમાં 63393 નવા કેસો નોંધાયા છે જે અગાઉના સપ્તાહ કરતાં 86 ટકા વધારો નોંધાયો છે. ચેપ વધતા કોવિડ-19 પીસીઆર ટેસ્ટીંગને પ્રાથમિકતાની સાથે ટેસ્ટીંગ ક્ષમતા વધારવા પણ સંમતિ થયાનું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે જણાવ્યું હતું. વધુ સંભવિત નિયંત્રણો માટે ચાન્સેલરે રાજ્યોના વડાઓની 16મી ફેબ્રુઆરીએ બેઠક બોલાવી છે.