કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં ચાર કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા છે અને માત્ર “હમારે દો”નો વિકાસ થયો છે. રાહુલે ટ્વીટર પણ જણાવ્યુ હતું કે વિકાસ માત્ર “હમારે દો” પર છલકાયો છે, જ્યારે આપણા 4,00,00,000 ભાઇઓ અને બહેનો ગરીબીમાં ધકેલાયા છે. આ 4,00,00,000માં દરેક સાચા વ્યક્તિ છે, માત્ર સંખ્યા નથી. આ તમામ 4,00,00,000માંથી દરેકને સારી સ્થિતિ મળવી જોઇતી હતી. આ તમામ વ્યક્તિઓ ભારતના છે.
બીજેપી ફેઇલ્સઇન્ડિયાનો હેશગેટ વાપરીને કોંગ્રેસ નેતાએ આ આક્ષેપો કર્યો હતો. ઓક્સફામના અહેવાલને ટાંકીને રાહુલે એક ગ્રાફિક મૂકીને આક્ષેપ કર્યો હતો કે બે ટોચના બિઝનેસમેની સંપત્તિમાં વર્ષ 2021માં અબજો ડોલરનો વધારો થયો છે, જ્યારે 2020 પછીથી મહામારી દરમિયાન ચાર કરોડથી વધુ લોકો ભારતમાં ગરીબી રેખા નીચે ગયા છે.