ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર લોકેશ રાહુલ હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની સિઝન માટેનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓને પણ પાછળ રાખી દીધા છે. જોકે, હજી ખેલાડીઓની હરાજી થવાની બાકી છે તેવામાં અન્ય કોઈ ખેલાડી તેને પાછળ રાખી શકે છે.
લોકેશ રાહુલને આઈપીએલ-2022માં પદાર્પણ કરી રહેલી નવી લખનૌ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. લખનૌ ફ્રેન્ચાઈઝીએ રાહુલને 17 કોરડ રૂપિયાની માતબર રકમે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
આ સાથે જ તેણે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે કોહલીની બરાબરી કરી લીધી છે. 2018માં હરાજી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોહલીને 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. લોકેશ રાહુલને આઈપીએલ-2022માં પદાર્પણ કરી રહેલી નવી લખનૌ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. લખનૌ ફ્રેન્ચાઈઝીએ રાહુલને 17 કોરડ રૂપિયાની માતબર રકમે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે જ તેણે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે કોહલીની બરાબરી કરી લીધી છે. 2018માં હરાજી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોહલીને 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.