સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરોસે જણાવ્યું હતું કે હાલનું વિશ્વનંર રશિયા અને અમેરિકા વચ્ચેના શીતયુદ્ધના સમયગાળા કરતાં વધુ વેરવિખેર અને ઘણું ઓછું ધારણાજનક છે અને તે વધુ જોખમી છે, કારણ કે કટોકટીનો સામનો કરવા માટે કોઇ હથિયાર નથી.
તેમણે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શીત યુદ્ધ બે વિરોધી જૂથો વચ્ચે હતું, જેમાં સંઘર્ષને ટાળવાના સ્પષ્ટ નિયમો અને વ્યવસ્થાતંત્ર હતું. આ કોલ્ડ વોર ક્યારેય પણ હોટ બન્યું ન હતું, કારણ કે અમુક સ્તર સુધી અંદાજ લગાવી શકાતો હતો. તેઓ હાલની જોખમી સ્થિતિને કોલ્ડ વોર કે હોટ વોર કહેતા નથી, પરંતુ તે સંભવત નરમ સંઘર્ષનું નવું સ્વરૂપ છે.
યુએનના મહામંત્રી તરીકે બીજી મુદતના પ્રારંભ વખતે તેમણે જણાવ્યું એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી, ક્લાઇમેટ ક્રાઇસિસ અને દરેક જગ્યાએ સંઘર્ષ ઊભા કરતી ભૂરાજકીય તંગદીલીને કારણે પાંચ વર્ષ કરતાં વિશ્વની સ્થિતિ વધુ ખરાબ છે. જોકે અમેરિકાના પ્રેસિડન્ટની જેમ તેઓ માનતા નથી કે રશિયા યુક્રેન પર ચડાઈ કરશે. મને ખાતરી છે કે આવું નહીં થાય અને હું સાચો પડું તેવી તીવ્ર આશા છે.
ગુટેરોસે જણાવ્યું હતું કે યુએન સિક્યોરિટીઝ કાઉન્સિલ વિભાજિત છે. ખાસ કરીને વીટો પાવર ધરાવતા પાંચ કાયમી સભ્યો વચ્ચે મતભેત છે. રશિયા અને ચાઇન ઘણીવાર કેટલાંક મુદ્દા પર અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો વિરોધ કરે છે. અમેરિકા અને ચીન દ્વારા પોતાની કરન્સી, પોતાના ઇન્ટરનેટ અને ટેકનોલોજી સિસ્ટમની રચના કરી રહ્યાં છે, પરંતુ વિશ્વનું બે ભાગમાં વિભાજન ટાળવી જોઇએ.