યુકે સરકારે ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી (FTA) માટે મંત્રણા ચાલુ કરવાની ગુરુવાર (13 જાન્યુઆરી)એ જાહેરાત કરી હતી. યુકેએ આ સમજૂતીને ભારતના અર્થતંત્રને દ્વારે બ્રિટનના બિઝનેસને મૂકવાની એક ‘સુવર્ણ તક’ ગણાવી હતી.
બ્રિટશના વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે એફટીએથી ભારત સાથે દેશની ઐતિહાસિક ભાગીદારી નવી ઊંચાઇ જશે. તેમણે કેટલાંક મહત્ત્વના લાભાર્થી ક્ષેત્રોમાં સ્કોચ વ્હિસ્કી, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને અત્યાધુનિક રિન્યુએબલ ટેકનોલોજીને ગણાવ્યા હતા.
જોન્સને જણાવ્યું હતું કે “ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર સાથે વેપાર સમજૂતીથી બ્રિટનના બિઝનેસ, કામદારો અને ગ્રાહકોને જંગી લાભ થશે. આપણે ભારત સાથેની ઐતિહાસિક ભાગીદારીને નવા સ્તરે લઈ જઈ રહ્યાં છે ત્યારે યુકેની સ્વતંત્ર વેપાર નીતિ દેશમાં નોકરીનું સર્જન કરી રહી છે, વેતનમાં વધારો કરી રહી છે અને ઇનોવેશનને વેગ આપી રહી છે.”
તેમણે જણાવ્યું હતું કે યુકે વર્લ્ડ ક્લાસ બિઝનેસ અને એક્સપર્ટાઇઝ ધરાવે છે. આપણે સ્કોચ વ્હિસ્કી ડિસ્ટિલર્સથી લઇને ફાઇનાન્શિયલ સર્વિસ અને અત્યાધુનિક રિન્યુએબલ ટેકનોલોજી માટે ગર્વ લઈ શકીએ છીએ. અમે વૈશ્વિક સ્તરે આપણા સ્થાનને મજબૂત કરવા તથા દેશમાં નોકરીઓ અને આર્થિક વૃદ્ધિ લાવવા માટે ઇન્ડો પેસિફિકના વિકસતા અર્થતંત્રો દ્વારા ઓફર કરવામાં આવતી તકો ઝડપી રહ્યાં છે.