ભારતમાં સોમવાર, 10 જાન્યુઆરીથી, હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વિવિધ બિમારી ધરાવતા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝનો પ્રારંભ થયો હતો.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં ચૂંટણીની ફરજ પર મૂકવામાં આવેલા કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર્સ ગણવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આશરે એક કરોડ હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનિયર સિઝિટનને તેમના સાવચેતીના બૂસ્ટર ડોઝ માટે એસએમએસ મોકલામાં આવ્યા છે. એક અંદાજ મુજબ 1.05 કરોડ હેલ્થકેર, 1.9 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ અને 2.75 કરોડ સિનિયર સિટિઝને ત્રીજો ડોઝ આપવામાં આવશે. લાભાર્થીઓને અગાઉ બે ડોઝમાં જે વેક્સિન લીધી હશે તે જ વેક્સિનનો ત્રીજો ડોઝ મળશે.