ચૂંટણીપંચે કોરોનાના આકરા નિયંત્રણોની સાથે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની શનિવાર 8 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. આ રાજ્યોમાં 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10 માર્ચ આવશે,. કોરોનાના કેસોમાં વધારાને પગલે આ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણીસભા અને રોડ-શો પર પ્રતિબંધની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે ભાજપ આ પાંચમાંથી ચાર રાજ્યોમાં સત્તાધારી પક્ષ છે.
હાલમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં ભાજપની સરકાર છે. પંજાબમાં કોંગ્રેસનું શાસન છે અને ત્યાં આમ આદમી પાર્ટી એક મહત્ત્વની ખેલાડી તરીકે ઊભરી રહી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી વચ્ચે ટક્કર છે, જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીજંગ થશે. ગોવામાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એક મહત્ત્વની ખેલાડી બની હોવાનું માનવામાં આવે છે. આ ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે ભાજપ આ પાંચમાંથી ચાર રાજ્યોમાં સત્તાધારી પક્ષ છે. પંજાબમાં કોંગ્રેસનું શાસન છે અને ત્યાં આમ આદમી પાર્ટી એક મહત્ત્વની ખેલાડી તરીકે ઊભરી રહી છે. રાજકીય રીતે મહત્ત્વના રાજ્ય યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે.
પશ્ચિમ યુપીથી મતદાત ચાલુ થશે અને અંતિમ તબક્કામાં પૂર્ણ યુપીમાં મતદાન થશે. યુપીની 403 વિધાનસભા બેઠકોમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે.મણિપુરની 60 વિધાનસભા બેઠકો પર 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવાની 40, પંજાબની 117 અને ઉત્તરાખંડની 70 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.