ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટને પગલે કોરોનાના કેસોમાં વધારાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા રાજયના આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમાં અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહીં.
આરોગ્ય વિભાગના જણાવાયા અનુસાર, રાજ્યમાં હાલ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી, કોવિડ-૧૯નાં દર્દીઓને સમયસ૨ સા૨વા૨ મળી રહે તથા આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગતી સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ જે ૨જા ૫૨ હોય તો તેમની ૨જા ૨દ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવા કહેવામાં આવ્યું છે.
રાજ્યમાં ગુરુવારે કોરોનાના નવા 4213 કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા હતા. આવી સ્થિતિમાં રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 14,346 થઇ હતા.