દરમિયાન, ઇંગ્લેન્ડની શાળાઓ ખુલતા તેમાં પણ અરાજકતા વ્યાપી ગઇ હતી. એક હેડ ટીચરે દાવો કર્યો છે કે તેના ડઝનેક સ્ટાફ કોવિડથી બીમાર છે, જ્યારે વિદ્યાર્થીઓને કોવિડ માટે પોઝીટીવ જાહેર થયા બાદ પહોંચ્યાના એક કલાકની અંદર ઘરે મોકલવામાં આવી રહ્યા છે. એક સેકન્ડરી સ્કૂલના 26 સ્ટાફે વાયરસ માટે પોઝીટીવ ટેસ્ટીંગ કર્યું છે.