ઇંગ્લેન્ડમાં કોવિડ-19 માટે પોઝીટીવ જાહેર થયેલા લોકો પૈકી છઠ્ઠા અને સાતમાં દિવસે બે નેગેટિવ લેટરલ ફ્લો ટેસ્ટ (LFT) ધરાવનાર લોકોનો સેલ્ફ આઇસોલેશનનો સમયગાળો 10 દિવસથી ઘટાડીને સાતનો કરવાની હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે તા. 29ના રોજ જાહેરાત કરી હતી. આ ફેરફાર કરવામાં હેતુ ફ્રન્ટલાઈન સેવાઓ અને અન્ય વ્યવસાયોમાં સ્ટાફની ગેરહાજરીના વિક્ષેપને ઘટાડવાનો છે. અલબત્ત, સાત દિવસ પછી જે કોઈ બહાર નીકળશે તેમણે સાવચેત રહેવું જોઈશે. ડિસેમ્બર 2020માં સેલ્ફ-આઇસોલેશનનો સમયગાળો 14 દિવસથી ઘટાડીને 10 કરવામાં આવ્યો હતો.