Three Hindu women kidnapped and forcibly converted to Islam in Pakistan
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કચ્છના નાના કપાયા ગામે સારૂં રિઝલ્ટ આપવાની લાલચ આપીને શિક્ષકે વિદ્યાર્થિની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ 1.20 લાખ રૂપિયાની કિંમતના દાગીના પણ તફડાવ્યા હતા. યુવતીના પિતાએ ઘરમાંથી દાગીના ચોરીની ફરિયાદ કરતા પુત્રીનું નામ ખૂલ્યું પછી ખાનગી ટ્યૂશન ચલાવત નરાધમ શિક્ષકની પાપલીલા સામે આવી હતી. મુન્દ્રા પોલીસે ગુનો નોંધીને શિક્ષકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ ફરિયાદ મુજબ ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ધોરણ-11 અને 12માં અભ્યાસ કરાવતા શિક્ષણ જય માવજી ઠક્કરે પરીક્ષામાં ઊંચુ રિઝલ્ટ અપાવવાની લાલચ આપી હતી. તેમજ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને અવારનવાર ઘરે બોલાવી વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફરિયાદ મુજબ દુ્ષ્કર્મ આચર્યા બાદ શિક્ષકે વિદ્યાર્થિનીને કોઈને કહીશ તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી છોકરી ડરી ગઈ અને ગુમસુમ રહેવા લાગ હતી. બાદમાં છોકરીએ સમગ્ર મામલે માતાને જાણ કરતા મુંદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મ સહિતની કલલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે, જે તે વખતે નરાધમ શિક્ષકે છોકરી પાસેથી 1.20 લાખના દાગીના પણ પડાવ્યા હતા.

પિતાએ ઘરમાં તપાસ કરતા દાગીના ક્યાંય ન દેખાતા તેમણે પણ મુન્દ્રા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે તમામ પાસા તપાસતા ચોકરીની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તે ભાંગી પડી હતી અને દાગીના શિક્ષકને જ આપ્યા હોવાનું જણાવતા નરાધમ શિક્ષકની પાપલીલા સામે આવી હતી. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક પરિણીત છે અને તે એક સંતાનનો પિતા છે.