ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના નવા 1,259 કેસો નોંધાયા હતા અને ત્રણ વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 151 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસો વધી 5858 થયા હતા, જેમાં 16 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 5842 દર્દીઓ સ્ટેબલ હતા. જામનગર શહેરમાં 2 અને નવસારીમાં એક દર્દી મળીને કુલ 3 દર્દીના મોત નીપજ્યા હતા.
રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 3 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,123 પર પહોંચ્યો હતો. રાજ્યમાં આજે 15થી 18 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું કે જેમાં કુલ 4,94,317 રસીના ડોઝ અપાયા હતા.
સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં 631, સુરત કોર્પોરેશનમાં 213, વડોદરા કોર્પોરેશનમાં 68, વલસાડમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદમાં 29, ખેડા અને રાજકોટ જિલ્લામાં 24-24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ અને નવસારીમાં 16-16, અમદાવાદમાં 13, મહેસાણા-મોરબી-સુરત જિલ્લામાં 12, કચ્છમાં 11 નવા કેસો નોંધાયા હતા.