ભારતમાં 24 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 બિલિયન ડોલર થઈ ગયો છે. રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 17 ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર 16 કરોડ ડોલર ઘટીને 635.66 બિલિયન ડોલર હતો. ગત વર્ષે ૩ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 642.453ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. આ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી વિનિમય અસ્કયામતોમાં ઘટાડો છે જે કુલ વિદેશી મુદ્રા અનામતનો નોંધપાત્ર ભાગ છે. સપ્તાહ દરમિયાન કુલ 84.7 કરોડ ડોલર ઘટીને 571.369 બિલિયન ડોલર થયું હતું તેમ આરબીઆઈની માહિતીમાં જણાવાયું છે.