ભાજપ પર આડકતરા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે ઘૃણા અને પૂર્વગ્રહ પ્રેરિત વિભાજનકારી વિચારણી ભારતના મજબૂત પાયાને નબળો પાડવાનાના તમામ પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસના 137માં સ્થાપના દિને પક્ષના કાર્યકરોને આપેલા હિન્દી વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશના ગંગા જમુના વારસાને નેસ્તનાબૂદ કરવા ઇતિહાસ સાથે ચેડા થઈ રહ્યાં છે અને ઘણાસ્પદ પ્રયાસો થઈ રહ્યાં છે. દેશનો આમ આદમી અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યો છે અને ભયભીત છે. દેશમાં લોકશાહી અને બંધારણની અવગણના કરતું આપખુદશાહી શાસન છે.
તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ મૂકપ્રેક્ષક બની રહેશે નહીં અને દેશના સમૃદ્ધ વારસાનું પતન થવા દેશે નહીં. ચૂંટણીમાં ઉતાર-ઉડાવ આવતા રહે છે, પરંતુ આપણા વૈવિધ્યપૂર્ણ સમાજના તમામ લોકોની સેવા માટેની અમારી પ્રતિબદ્ધતા કાયમી છે.
કોંગ્રેસ અધ્યક્ષ જણાવ્યું હતું કે આપણી આઝાદીના આંદોલનમાં કોઇ ભૂમિકા ન ભજવનારી તથા
ઘૃણા અને પૂર્વગ્રહ પ્રેરિત વિભાજનકારી વિચારસરણી હવે આપણા સમાજના ધર્મનિરપેક્ષતાના તાણાવાણાને મોટું નુકસાન કરી રહી છે. તેઓ પોતાની લાયકાત નથી તેવી ભૂમિકામાં પોતાને રજૂ કરવા ઇતિહાસનું ફરી આલેખન કરી રહ્યાં છે. તેઓ લાગણીઓને ઉશ્કેરે છે અને ભયનું વાતારણ ઊભું કરે છે. આ રીતે તેઓ એકબીજા વચ્ચે દુશ્મનાવટ ઊભી કરે છે. આપણી સંસદીય લોકશાહીની શ્રેષ્ઠ પરંપરાને ઇરાદાપૂર્વક નુકસાન કરવામાં આવી રહ્યું છે.