ઓમિક્રોન અને કોરોના કેસોમાં વધારો અથવા ધીમા રસીકરણ ધરાવતા 10 રાજ્યોમાં કેન્દ્ર સરકારે મલ્ટી-ડિસિપ્લિનરી ટીમો મોકલી છે. આ રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલયના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસો અને મોતની સંખ્યામાં ઝડપી ઉછાળાની વચ્ચે કેટલાંક રાજ્યોમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. એવું નોંધવામાં આવ્યું છે કે આ રાજ્યોમાં વેક્સિનેશનની ગતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. આ સ્થિતિને પગલે 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટીમો રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રને કોરોનાનો સામનો કરવાના પગલાંમાં મદદ કરશે. આ ટીમો ત્રણથી પાંચ દિવસ રાજ્યોમાં રહેશે અને તે રાજ્યના આરોગ્ય સત્તાવાળાની સહયોગમાં કામ કરશે.
આ ટીમો ખાસ કરીને સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ કાર્યવાહી સહિત કોન્ટેક્ટ-ટ્રેસિંગ તથા જિનોમ સિકવન્સિંગ માટે પૂરતા સેમ્પલ મોકલવા સહિતના કોરોના ટેસ્ટિંગ પર નજર રાખશે. કેન્દ્રીય ટીમો કોરોના નિયમોના પાલન, હોસ્પિટલ બેડની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર્સ અને મેડિકલ ઓક્સિન સહિત પૂરતી લોજિસ્ટિક્સ સુવિધા અને કોરોના રસીકરણની પ્રગતિ પર પણ દેખરેખ રાખશે. કેન્દ્રીય સ્થિતિ સ્થિતિનો તાગ મેળવશે પગલાં સૂચવશે તથા દરરોજ સાત વાગ્યા સુધી રિપોર્ટ સુપરત કરશે.