ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી તેમને કોલકાત્તા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીને કોરોના હોવાની જાણ સોમવારે રાત્રે થઈ હતી. ત્યારબાદ તેમના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો પરંતુ હજુ તેમના પરિવારના રિપોર્ટ આવવાના બાકી છે.
49 વર્ષીય ગાંગુલી આ એક વર્ષની અંદર બીજીવાર હોસ્પિટલ પહોંચ્યા છે. અગાઉ જાન્યુઆરીમાં હાર્ટ એટેકના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલીના ચાહકોમાં પણ ચિંતા પ્રસરી છે અને તેની તબિયત અંગે વિવિધ માધ્યમો દ્વારા માહિતી મેળવી રહ્યા છે.