એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લેતા ઇંગ્લેન્ડની 3-0થી હાર થઇ છે. છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 68 રનમાં ઓલ આઉટ થઈ ગઇ હતી.
મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ અગાઉની બે ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડની હાર થઇ હતી. ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની એક ઈનિંગ અને 14 રને જીત થઇ હતી. આથી કુલ પાંચ ટેસ્ટની સિરિઝ પર ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. હવે બાકીની બે ટેસ્ટ મેચના પરિણામની સિરિઝ પર કોઈ અસર થશે નહીં. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 185 રન પર ઈંગ્લેન્ડને ઓલ આઉટ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 267 રન કર્યા હતા.આમ ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં જોકે ઈંગ્લેન્ડની બેટીંગ નબળી રહી હતી. ઓસ્ટ્રેલિયન બોલર સ્કોટ બોલેન્ડે પોતાની પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 34મી વખત એશિઝ સિરિઝમાં ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ મોખરે છે.